Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સિંગાપોર સ્થિત ભારતીય મૂળની યુવતીને 3 માસની જેલ : પોલીસ ઓફિસર ઉપર હુમલો કરવાના આરોપ પુરવાર

સિંગાપોર : સિંગાપોરમાં પોલીસ ઓફિસર ઉપર હુમલો કરવાના આરોપસર ભારતીય મૂળની યુવતી 21 વર્ષીય રશ્મિને  3 માસની જેલ સજા ફરમાવાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ ગયા વર્ષે  27 ઓક્ટોબરના રોજ ઓર્ચાર્ડ ટાવર પાસે આવેલા શોપિંગ મોલની બહારના ભાગમાં ધક્કામુક્કી થતા પોલીસ આવી પહોંચેલ જ્યાં રશ્મિ તથા અન્ય 6 લોકો ધક્કામુક્કી કરતા ઝડપાયા હતા જેઓની ઉલટ તપાસ લઇ રહેલા પોલીસ ઓફિસર ઉપર પણ રશ્મિએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી.જે આરોપ પુરવાર થતા રશ્મિને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આવા આરોપસર સિંગાપોરમાં વધુમાં વધુ 7 વર્ષની જેલ તથા કોરડા ફરકારવાની જોગવાઈ છે.પરંતુ રશ્મિ મહિલા હોવાથી તેના ઉપર રહેમ રાખવામાં આવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)