Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ શીખ સમૂહની માફી માંગે : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હેરિસ 2011 ની સાલમાં કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા ત્યારે શીખો વિરુધ્ધ કેસ લડ્યા હતા

કેલિફોર્નિયા : અમેરિકાના પ્રેસિડન્ટ પદના હોટ ફેવરિટ ગણાતા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા ઉમેદવાર સુશ્રી કમલા હેરિસ પાસે શીખ સમૂહએ ઓનલાઇન માફી માંગવા માંગણી કરી છે.આ સમૂહના જણાવ્યા મુજબ તેઓ  2011 ની સાલમાં કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતા ત્યારે શીખો વિરુધ્ધ કેસ લડ્યા હતા તથા શીખોની ધાર્મિક લાગણી સમાન દાઢી નહીં રાખવા દેવા રજુઆત કરી હતી.જોકે શીખોની માંગણી મંજુર થઇ હતી.પરંતુ સુશ્રી હેરિસએ શીખ સમૂહની ધાર્મિક લાગણીને ભૂતકાળમાં દુભાવી છે તેવી રજુઆત સાથે માફી માંગવા માંગણી કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:13 am IST)