Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યુ.એસ.માં IACFNJના ઉપક્રમે યોજાએલ સમર પિકનિકમાં ૨૦૦ ઉપરાંત મેમ્બર્સ ઉમટી પડ્યાઃ રમત-ગમત,બિન્ગો,લાઇવ ડી.જે.તથા સ્વાદિષ્ટ ભોજન સાથે ૧ જુલાઇ રવિવારનો દિવસ આનંદમાં વીતાવ્યો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડો અમેરિકન કલ્ચરલ ફાઉન્ડેશન ઓફ સેન્ટ્રલ જર્સી ન્યુજર્સીના (IACFNJ) ઉપક્રમે ૧ જુલાઇ ૨૦૧૮ના રોજ મર્સર કાઉન્ટી પાર્ક ખાતે સમર પિકનીક યોજાઇ ગઇ જેમાં ૨૦૦ ઉપરાંત કોમ્યુનીટી મેમ્બર્સ ઉમટી પડ્યા હતા.

પિકનીકમાં જોડાયેલા આબાલ વૃધ્ધ સહિતના તમામ લોકોએ આખો દિવસ પિકનિકનો આનંદ માણ્યો હતો. જેમાં બાળકો માટેની રમત-ગમત,બિન્ગો, ઇનામો,લાઇવ ડી જે, મ્યુઝીક, તથા ગીતોની રમઝટનો સમાવેશ થતો હતો. સાથોસાથ સ્વાદિષ્ટ ભોજન પુરી-શાક,શીખંડ, ગોટા,પાપડી, પુલાવ, રાઇસ કઢી સહિતની વાનગીઓએ સહુને તૃપ્ત કરી દીધા હતા. બોલીવુડના જુના તથા નવા ગીતોથી ડી જે દર્શન અને આશિષએ ૬ કલાક સુધી સહુને જકડી રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે IACFNJ સાથે જોડાયેલા નોર્થ બ્રન્સવીક, ફ્રેંકલિન પાર્ક, પ્રિન્સેટોન, પ્રિન્સેટોન જંકશન, મોનરો, ઇસ્ટ બ્રન્સવીક, તેમજ ઇસ્ટ તથા વેસ્ટ વિન્ડસરમાં વસતા સાઉથ એશિઅન કોમ્યુનીટી મેમ્બર્સ દ્વારા વર્ષ દરમિયાન ભારતના તહેવારો ઉજવાય છે. જેમાં નવરાત્રિ ગરબા, સમર પિકનીક, ભારતનો સ્વાતંત્ર્ય દિન, સહિતના ઉત્સવોની ઉજવણી થાય છે.

પિકનીકની  સફળતા માટે IACFNJ એકઝીકયુટીવ કમિટી  મેમ્બર્સ ચેરમેન શ્રી હિતેષ પટેલ, પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ,,  વાઇસ પ્રેસિડન્ટ શ્રી જાહેર પટેલ તથા દેવેન પટેલ, સેક્રેટરી શ્રી મેક શાહ, ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ, તથા જોઇન્ટ સેક્રેટરી શ્રી સુરભિ અગરવાલ ઉપરાંત ફાઉન્ડર ટ્રસ્ટીઓ રાઓજીભાઇ પટેલ, શ્રી રેવો નાવાણી, શ્રી મુર્થી યેરામિલ્લી, તથા શ્રી જાદવ ચૌધરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

આ વર્ષે IACFNJ દ્વારા નોર્થ બ્રન્સવીકના હાઇસ્કુલ સ્ટુડન્ટસ માટે બે સ્કોલરશીપ જાહેર કરાઇ છે જે આવતા વર્ષે સાઉથ બ્રન્સીવક તથા અન્ય શહેરો માટે પણ અપાશે.

ડો.તુષાર પટેલએ કમિટી મેમ્બર્સ તથા વોલન્ટીઅર્સના પિકનીકની સફળતા માટેના યોગદાનને બિરદાવ્યુ હતું.

IACFNJના ઉપક્રમે ઉજવાનારા આગામી ઉત્સવો અંતર્ગત ભારતનો સ્વાતંત્ર્ય દિન ૧૯ ઓગ. ૨૦૧૮ના રોજ, તથા નવરાત્રિ ગરબા ઓકટો.માસમાં અને હોલી ડે પાર્ટી નવેં. માસમાં ઉજવાશે. જે ઉત્સવો અંગેની વિશેષ માહિતી હવે પછી જાહેર કરાશે. જે માટે WWW.IACFNJ.org દ્વારા અથવા iacfnj@yahoo.com દ્વારા માહિતિ મેળવી શકાશે. તેવું IACFNJ પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ની યાદી જણાવે છે.

(10:02 pm IST)