Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

યુ.કે.માં વસતા ભારતીયોની ભાવિ પેઢીને હિન્દૂ સંસ્કૃતિથી વાકેફગાર કરવાનો પ્રશંશનીય પ્રયાસ: કેન્યા સ્થિત વેદાંત ફાઉન્ડેશનના સ્થાપક સુશ્રી વૈશાલી શાહ લિખિત 3 પુસ્તકોનું વિમોચન કરાયું

યુ.કે.:  હિન્દૂ સંસ્કૃતિ અને જીવનશૈલીથી નવી પેઢી માહિતગાર થાય તે હેતુથી યુ.કે.માં વિક્ટોરિયા હોલ ખાતે પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો.સાંસદ બોબ બ્લેકમેન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયેલ આ કાર્યક્રમમાં ઇનસાઇડ ઇન્ડિયા,લિવિંગ વેદિક ટ્રેડિશન,એન્સિયન્ટ ઇન્ડિયન સાયન્સિસ,તથા ઇન્ડિયન સ્ક્રીપ્ચર્સ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કરીમા મારીકર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.તથા સત્ય મિન્હાસ તેમજ લક્ષ્મી કોઉલ એ હાજરી આપી હતી.

     કેન્યા સ્થિત શ્રીવેદાંત ફાઉન્ડેશનના સ્થાપક વૈશાલી શાહ દ્વારા લિખિત આ પુસ્તકો ત્રણ કક્ષાઓમાં વિભાજીત છે.

- પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર એમ ત્રણેય કક્ષામાં ચાર પુસ્તકોનો સેટ છે. વિદ્યાર્થીઓ, યુવાઓ, વિદેશીઓ, એન.આર.આઇ. સૌ સરળતાથી સમજી શકે તે પ્રકારે આ પુસ્તકોમાં અંગ્રેજીમાં અભ્યાસ સામગ્રી રજૂ કરવામાં આવી છે.

- શ્રીવેદાંત ફાઉન્ડેશન બિનનફાકારક સંસ્થા છે જે ભારતીય સંસ્કૃતિ, પરંપરા, તહેવારો અને સમૃધ્ધ વારસાની સુવાસ દુનિયાભરમાં ફેલાવી રહી છે.

- વૈશાલી શાહે જણાવ્યું કે અમે તમામ વિસ્તારોમાં પ્રશિક્ષકોનું નેટવર્ક તૈયાર કરવા ઇચ્છીએ છીએ. જે આ અભ્યાસક્રમ પોતાના વિસ્તારમાં શીખવી શકે. અમે વધુને વધુ તેજસ્વી મહિલાઓને અમારી સાથે જોડવા માગીએ છીએ.

(12:24 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૧ - ૨૨ જુલાઈએ ગુજરાતના મહેમાન બનશે : ફોરેન્સીક યુનિવર્સિટીની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી access_time 5:41 pm IST

  • ચોમાસુધરી હિમાલયની તળેટીમાંથી દક્ષિણ તરફ આગળ વધીઃ દેશમાં ચોમાસુ ફરી સક્રિય બનશેઃ ખેડૂતોને થોડી રાહત મળે તેવા સમાચાર છે. હિમાલયની તળેટીમાં સરકી ગયેલી ચોમાસુધરી ફરી સક્રિય બની છે. દક્ષિણ દિશા તરફ ધીમી ગતિએ આગળ વધી રહી છે. જેથી ચોમાસુ હવે ફરી સક્રિય બનશે. દરમિયાન બંગાળની ખાડીમાં એક સાયકલોનીક સરકયુલેશન ઉદ્દભવ્યુ છે. જે હવાનું હળવુ દબાણ બને તેવી શકયતા છે. આ સિસ્ટમ્સની અસરથી ચોમાસુ વેગ પકડશે. હાલ તો છૂટાછવાયા ઝાપટા વરસશે. ભારે વરસાદની સંભાવના ઓછી છે access_time 11:28 am IST

  • ઉત્તરાખંડ ફરવા ગયેલો અમદાવાદનો આખેઆખો પરિવાર ગુમઃ અમદાવાદના નારણપુરામાં રહેતો એક પરિવાર થયો લાપતાઃ ઉતરાખંડ ફરવા ગયો હતો પરિવારઃ નેપાળ બોર્ડર પરથી થયો લાપતાઃ ગુંજીમાં ૩૦ જુને છેલ્લી વખત થયો હતો સંપર્ક access_time 11:27 am IST