Gujarati News

Gujarati News

News of Sunday, 1st July 2018

યુ.એસ.સ્થિત દિપકભાઇ એસ.પટેલ (અરવિંદભાઇ એસ પટેલના ભાઇ)નું ૧૭ જુન ૨૦૧૮ના રોજ દુઃખદ અવસાનઃ નવસારી વિભાગ પટેલ સમાજની શ્રધ્ધાંજલિ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.સ્થિત ગુજરાતના સેગવી વલસાડના વતની દિપકભાઇ એસ.પટેલ (શ્રી અરવિંદભાઇ એસ.પટેલના ભાઇ)નું ૧૭જુન ૨૦૧૮ના રોજ દુઃખદ અવસાન થયું છે. તેમની સ્મશાનયાત્રા ૧૯ જુન ૨૦૧૮ના રોજ રાખવામાં આવી હતી. સદગતની પ્રાર્થના સભા/બેસણું ૨૩ જુન ૨૦૧૮ના રોજ ટીવી એશિયા ઓડિટોરીયમ, એડિસન, ન્યુજર્સી મુકામે યોજવામાં આવેલ.

તેઓ તેમની પાછળ પત્ની શ્રીમતિ અલ્કાબેન પટેલ, તથા પુત્રો શ્રી પ્રિન્સ તથા શ્રી રાહુલ તથા ભાઇઓ શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી સુમનભાઇ પટેલ, શ્રીમગનભાઇ પટેલ, શ્રી ઇશ્વરભાઇ પટેલ, તથા શ્રી મહેન્દ્રભાઇ પટેલ, તેમજ બહેન શ્રીમતિ મણીબેન પટેલ સહિત વિશાળ પરિવારજનો તથા ચાહકોને વિલાપ કરતા છોડી ગયા છે. તેઓ ન્યુયોર્ક સીટીમાં કન્સ્ટ્રકશન ઇન્સ્પેકશન તરીકે કામ કરતા હતા.

નવસારી વિભાગ પટેલ સમાજ સદગતના પરમ પવિત્રા આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના કરે છે. તેવું સમાજના પ્રેસિડન્ટ શ્રી વીરૃ પટેલની યાદીમાં જણાવાયું છે. વિશેષ માહિતી માટે શ્રી અરવિંદભાઇ પટેલ ૭૩૨-૩૭૨-૩૫૪૧ અથવા શ્રી દેવેન્દ્રભાઇ પટેલ ૭૩૨-૩૧૮-૪૬૧૮નો સંપર્ક સાધવા પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયુ છે.

(10:01 pm IST)