Gujarati News

Gujarati News

News of Sunday, 1st July 2018

ડિજિટલ શ્રીમદ ભાગવત સપ્તાહ : યુ.એસ.માં આજ 30 જૂનથી 6 જુલાઈ 2018 દરમિયાન શ્રી મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે કરાયેલું આયોજન : વ્યાસાસને શ્રી કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી (વલ્લભ વેદાંત, ગોલ્ડ મેડાલીસ્ટ ) બિરાજી કથામૃતનું રસપાન કરાવશે

મેરીલેન્ડ:  યુ.એસ.માં મંગલ મંદિર 17110,ન્યુ હેમ્પશાયર એવન્યુ,સિલ્વર સ્પ્રિંગ,મેરીલેન્ડ મુકામે આજ 30 જૂન શનિવારથી 6 જુલાઈ 2018 શુક્રવાર સુધી ડિજિટલ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.જેના વ્યાસાસને કૃષ્ણદત્ત નિરંજન શાસ્ત્રીજી વલ્લભ વેદાંત (ગોલ્ડ મેડાલીસ્ટ )બિરાજી કથામૃતનું રસપાન કરાવશે.

  સપ્તાહ અંતર્ગત આજ 30 જૂનના રોજ શ્રીમદ ભાગવત મહાત્મ્ય ,1 જુલાઈના રોજ શ્રી નરસિંહ અવતાર ,2 જુલાઈના રોજ શ્રી વામન,શ્રી રામ અવતાર ,તથા શ્રી કૃષ્ણજન્મ નંદ મહોત્સવ યોજાશે.3 જુલાઈના રોજ શ્રી કૃષ્ણ બાળલીલા ,4 જુલાઈના રોજ ગોવર્ધન લીલા ,તથા 5 જુલાઈના રોજ શ્રી રુક્મણી વિવાહ બાદ 6 જુલાઈના રોજ કથા વિરામ થશે.

  વીક એન્ડ દરમિયાન બપોરે 4 વાગ્યાથી સાંજના 6-45 વાગ્યા સુધી કથા વચનામૃત બાદ મન્દિર આરતી તથા મહાપ્રસાદ ,અને અન્ય દિવસોમાં સાંજે 6 થી 6-45 દરમિયાન લાઈટ ડિનર બાદ મંદિર આરતી તથા 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી કથા વચનામૃત થશે.

   કથાના સ્પોન્સર તરીકે સુશ્રી દેવયાનીબેન તથા શ્રી દિનેશભાઇ શેઠ,તથા શ્રી કિરીટભાઈ અને સુશ્રી મીરાબેન શેઠ છે.

   મનોરથ સેવા તથા પ્રસાદ,અને પ્રસંગોની ઉજવણી માટે શ્રી દિનેશભાઇ શેઠ,301-675-0922,શ્રી કિરીટભાઈ શેઠ 571-233-7795,શ્રી કલ્પેશભાઈ દેસાઈ 301-455-8395,શ્રી ઈશ્વરભાઈ પટેલ 443-694-3541 અથવા શ્રી કિરણ પરીખ 443-562-1562 નો સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:52 am IST)