Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

કોવેક્સિન અથવા સ્પુટનિક વી રસી લઇ અમેરિકા આવતા ભારતના સ્ટુડન્ટ્સે ફરીથી રસી લેવાની રહેશે : આ બંને રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માન્યતા મળી ન હોવાનું કારણ

વોશિંગટન : અમેરિકાની 400 જેટલી કોલેજો તથા યુનિવર્સીટીઓએ જાહેર કર્યા મુજબ નવા સત્રમાં કોલેજમાં આવતા પહેલા ભારતથી આવેલા સ્ટુડન્ટ્સ કે જેઓએ કોવિદ -19 પ્રતિકાર માટે કોવેક્સિન અથવા રશિયાની સ્પુટનિક વી રસી લીધી છે.તેઓએ ફરીથી રસી લેવાની રહેશે. જેના કારણમાં જણાવ્યા મુજબ આ બંને રસીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માન્યતા મળી નથી.

વધારામાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે જે  લોકોએ યુ.એસ.ની બહાર રસી લગાવી હતી કે  જેને ડબ્લ્યુએચઓ દ્વારા માન્યતા મળી નથી  તેઓએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવેલી રસીની પ્રથમ માત્રા લેતા પહેલા ઓછામાં ઓછું 28 દિવસ રાહ જોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે અમેરિકન વિદ્યાર્થીઓએ વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા અધિકૃત આઠ રસીમાંથી ત્રણનો વપરાશ  કર્યો છે. જેમાં  ફાઇઝર, મોડર્ના અને જહોનસન અને જહોનસન રસીઓનો સમાવેશ થાય છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)