Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

ભારત સહીત અન્ય દેશોમાં વેક્સીન મોકલવાના પ્રેસિડેન્ટના નિર્ણયને આવકારતા અમેરિકન સાંસદો : ભારતને મદદ કરવાનો અવસર હોવાનું મંતવ્ય

વોશિંગટન : ભારત સહીત અન્ય દેશોમાં અઢી કરોડ જેટલા  વેક્સીન ડોઝ મોકલવાના પ્રેસિડન્ટ બિડનના નિર્ણયને અમેરિકન સાંસદોએ વધાવી લીધો છે.  તથા આ  નિર્ણયને  ભારતને મદદ કરવાના અવસર સમાન ગણાવ્યો છે.

સાંસદ સિન્ડી હાઇડ સ્મિથે કહ્યું હતું કે ભારત કોરોના વાયરસના ચેપને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેથી આપણા  મિત્ર અને મહત્વપૂર્ણ સાથીને મદદ કરવા માટે યુ.એસ. માં ઉપલબ્ધ રસીઓના વધારાના ડોઝ મોકલવા  જરૂરી છે.

સાંસદ શીલા જેક્સન લીએ પણ બાયડેન વહીવટીતંત્રના પગલાની પ્રશંસા કરી છે. લીએ તાજેતરમાં હ્યુસ્ટનમાં ભારતીય અમેરિકન સમુદાયના સભ્યો સાથે ભારતમાં ચેપની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ટેક્સાસના સાંસદે કહ્યું હતું કે, ભારત દેશ આપણો નજીકનો મિત્ર તેમજ વ્યૂહાત્મક  ભાગીદાર છે. ગયા વર્ષે યુ.એસ. માં વૈશ્વિક રોગચાળા દરમિયાન ભારતે આપણને મદદ કરી હતી .તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:26 pm IST)