Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રંગભેદ વિરુદ્ધ દેખાવો કરતા પહેલા નાગરિક ધર્મ બજાવો : માસ્ક પહેર્યા વિના , ટોળામાં ફરવાથી ,અને તોડફોડ કરવાથી કોરોના વાઇરસ વધુ ફેલાશે : ન્યુયોર્ક ગવર્નર

ન્યુયોર્ક : અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડનું 25 મે ના રોજ પોલીસ હિરાસતમાં સ્વેત પોલીસના દમનથી મોત થયું  હતું.જેના વિરોધમાં આજ 11 દિવસ પછી પણ સતત દેખાવો થઇ રહ્યા છે.તેમજ લોકો ટોળામાં રોડ ઉપર નીકળી પડે છે.એટલું જ નહીં માસ્ક પણ પહેરતા નથી ,તેમજ  10 લોકોથી વધુને ભેગા થવા ઉપર પ્રતિબંધ હોવા છતાં નિયમનું પાલન કરતા નથી
આ સંજોગોમાં ન્યુયોર્ક ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ લોકોને નાગરિક ધર્મ બજાવવા વિનંતી કરી છે.તથા કોરોના વાઇરસનો કહેર વધતો અટકાવવા શાંતિ જાળવવા અને દેખાવો નહીં કરવા અપીલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)