Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

શિકાગોમાં લૂંટફાટ : ટોળું બેકાબુ : ભારતીયોના સ્ટોર પણ લૂંટાયા

શિકાગો : અમેરિકામાં 25 મે ના રોજ પોલીસ દમનથી મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના અવસાનના ઘેરા પડઘા હજુ પણ જોવા મળી રહ્યા છે.જે મુજબ પોલીસ દમન વિરુદ્ધ અશ્વેત લોકો શસ્ત્ર સરંજામ સાથે પાંચસોની સંખ્યામાં ફરી રહ્યા છે.જેઓ ગમે તે સ્ટોરમાં ઘુસી જાય છે.તોડફોડ કરે છે.અને લૂંટફાટ કરી ધમકી આપી ચાલ્યા જાય છે.આ સંજોગોમાં પોલીસને ફોન કરવા છતાં કુમક મળતી નથી તેવું તાજેતરમાં ગુજરાતી મૂળના સ્ટોર માલિકના અનુભવ દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાતના અમરેલી જિલ્લાના વતની શ્રી અંબરીશ ઠાકરના સ્ટોરમાં પણ લૂંટફાટ થઇ હતી.તથા શ્રી નયન પટેલના સ્ટોરમાં પણ લૂંટફાટ થઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:45 pm IST)