Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

અમેરિકાની વોશીંગ્‍ટન યુનિવર્સિટીની એગ્રીકલ્‍ચર કોલેજના આસી.ડિન તરીકે પ્રોફેસર નાયડુ રાયપતિની નિમણુંક

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ની વોશીંગ્‍ટન સ્‍ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી નાયડુ રાયપતિને ૨ મહત્‍વના પદ ઉપર નિમણુંક આપવામાં આવી છે.

૧૭મે ૨૦૧૮ના રોજ યુનિવર્સિટી દ્વારા કરાયેલી ઘોષણાં મુજબ પ્‍લાન્‍ટ પેથોલોજીસ્‍ટ શ્રી નાયડુને પ્રોસ્‍ટર ખાતેના ઇરીગેટેડ એગ્રીકલ્‍ચર રિસર્ચ એન્‍ડ એક્ષટેન્‍શન સેન્‍ટરના ડીરેકટર તરીકે તથા WSU ટ્રિ સીટીમાં આવેલી કોલેજ ઓફ એગ્રિકલ્‍ચરલ, હયુમન એન્‍ડ નેચરલ રિસોર્સ સાયન્‍સના આસી. ડિન તરીકે નિમવામાં આવ્‍યા છે.

શ્રી નાયજુ ખેતરમાં ઉભેલા પાક ઉપર થતી વાયરસની અસર તથા શરાળ માટે ઉત્‍પાદિત કરાતી દાક્ષને જંતુઓથી બચાવવા ક્ષેત્રે કાર્યરત છે.

 

(9:39 pm IST)