Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

મલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક

કુલાલુમ્પુર:મલેશિયાના નવા એટર્ની જનરલ તરીકે ભારતીય મૂળના લોયર શ્રી ટોમી થોમસની નિમણુંક થઇ છે.

સુલતાન મહમદ વી પોતાના પેલેસમાંથી કરેલી ઘોષણા મુજબ તેમણે વર્તમાન એટર્ની જનરલ મોહમ્મદ અપંડી અલીની જગ્યાએ લઘુમતી કોમના ટોમી થોમસને નિમણુંક આપી હતી.જે છેલ્લા 55 વર્ષમાં લઘુમતીને સૌપ્રથમવાર અપાયેલો ઉચ્ચ હોદ્દો છે.જોકે ઇસ્લામિક ગ્રુપે હોદ્દો મુસ્લિમને મળવો જોઈએ તેવી માંગણી કરી હતી પરંતુ સુલતાને તમામ ધર્મોને સમાન ગણવા અપીલ કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:37 pm IST)