Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુ.એસ.માં DAVMSનો ૧૮મો વાર્ષિક દિન ઉજવાયોઃ આર્યસમાજ હયુસ્‍ટનના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં સ્‍કૂલના બાળકોએ હવનમાં આહૂતિ આપી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા

હયુસ્‍ટનઃ યુ.એસ.માં આર્ય સમાજ હયુસ્‍ટનના ઉપક્રમે ૨૦મે ૨૦૧૮ના રોજ DAVMSનો ૧૮મો વાર્ષિક દિવસ ઉજવાયો હતો.

આ પ્રસંગે સ્‍કૂલના બાળકોએ સવારે અનેક કૂંડી યજ્ઞ કર્યો હતો. તથા યજ્ઞના બ્રહ્માના માર્ગદર્શન મુજબ સંસ્‍કૃત શ્‍લોકોના ઉચ્‍ચારો સાથે હવનમાં આહૂતિ આપી હતી. બાદમાં સાંસ્‍કૃતિ કાર્યક્રમો યોજાયા હતા. પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની રચના થઇ હતી.

વાર્ષિક દિનની ઉજવણીમાં ભારતના ડેપ્‍યુટી કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સુરેન્‍દ્ર અધાનાએ તેમના પત્‍ની તથા પુત્ર સાથે ચિફ ગેસ્‍ટ તરીકે હાજરી આપી હતી. તથા આર્યસમાજ દ્વારા કરાતી વેદિક પ્રચારની પ્રવૃતિને બિરદાવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)