Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુ.એસ.ની કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટીની ફુલર્ટોન કોલેજના ડીન તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા શિક્ષણવિદ સુશ્રી સસમા બરૂઆની નિમણુંકઃ ૨૦૧૬ની સાલથી વચગાળાના ડીન તરીકે કાર્યરત હતાઃ ૧જુન ૨૦૧૮ થી ડીન તરીકે હોદો સંભાળ્‍યો

કેલિફોર્નિયાઃ ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણવિદ ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સસમા બરૂઆને કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટીની ફુલર્ટોન કોલેજ ઓફ એન્‍જીનીઅરીંગ એન્‍ડ કોમ્‍યુટર સાયન્‍સના ડીન તરીકે નિમણુંક આપવામાં આવી છે.

તેઓ જુલાઇ ૨૦૧૬ થી વચગાળાના ડીન તરીકે કાર્યરત હતા. હવે ૧૭મેના રોજ કરાયેલી ઘોષણાં મુજબ તેમને ૧જુન ૨૦૧૮ થી ડીન તરીકે નિમણુંક આપી દેવામાં આવી છે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ફેકલ્‍ટી તથા એડમિનીસ્‍ટ્રેશન ક્ષેત્રે કાર્યરત હતા.

તથા ૨૦૧૮થી ૨૦૧૬ દરમિયાન એશોશિએટ ડીન હતા. તેમને યુનિવર્સિટીનો આઉટસ્‍ટેન્‍ડીંગ સર્વિસ એન્‍ડ આઉટસ્‍ટેન્‍ડીંગ ટીચર/સ્‍કોલર એવોર્ડ મળેલો છે. તેમણે અનેક ટેકનીકલ આર્ટીકલ લખેલા છે.

 

(9:15 pm IST)