Gujarati News

Gujarati News

News of Sunday, 3rd June 2018

યુ.એસ.માં સેવા ઇન્‍ટરનેશનલ હયુસ્‍ટન ચેપ્‍ટરને ગ્‍બોલ સેવન (૯૭)એવોર્ડઃ HITDCના પાંચમા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ‘‘આઉટસ્‍ટેન્‍ડીંગ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ‘‘કેટેગરી માટે એવોર્ડ આપી સન્‍માન કરાયું

હયુસ્‍ટનઃ યુ.એસ.કોમ્‍યુનીટી સેવાઓ ક્ષેત્રે કાર્યરત નોનપ્રોફિટ ‘‘સેવા ઇન્‍ટરનેશનલ હયુસ્‍ટન ચેપ્‍ટરને તાજેતરમાં હયુસ્‍ટન ઇન્‍ટર નેશનલ ટ્રેડ ડેવલપમેન્‍ટ કાઉન્‍સીલ (HITDC) દ્વારા ૨૫મે ૨૦૧૮ના રોજ ગ્‍લોબલ સેવન (૯૭)એવોર્ડ એનાયત કરાયો હતો.

HITDCના પાંચમા વાર્ષિક ગાલા પ્રોગ્રામ અંતર્ગત આ એવોર્ડ સેવા ઇન્‍ટરનેશનલને ‘‘આઉટ સ્‍ટેન્‍ડીંગ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન'' કેટગરી માટે આપવામાં આવ્‍યો હતો. જે વ્‍હાઇટ હાઉસ દ્વારા એશિઅન અમેરિકન એન્‍ડ પેસિફીક આઇલેન્‍ડર્સ માટે ૨૦૧૭ની સાલમાં હરિકેન વાવાઝોડા સહિતની કુદરતી આપતિ સમયે કોમ્‍યુનીટી સેવા માટે અપાયેલા પ્રશસ્‍તિપત્રને અનુલક્ષીને આપવામાં આવ્‍યો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

 

(10:24 am IST)
  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST