Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

''હિન્દી મહોત્સવ'' : અમેરિકાના ન્યુજર્સીમાં ૧૯ તથા ૨૦ મે ૨૦૧૮ ના રોજ કરાયેલ ઉજવણીમાં ૮૦૦ બાળકોએ ભાગ લીધો : હિન્દી યુ.એસ.એ.ના આયોજનને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી હિન્દી યુ.એસ.એ.ના ઉપક્રમે તાજેતરમાં ૧૯ તથા ૨૦ મે ૨૦૧૮ ના રોજ દ્રિદિવસિય 'હિન્દી મહોત્સવ' ઉજવાઇ ગયો.

ઇસ્ટ બ્રન્સવીક હાઇસ્કૂલ ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં ૮૦૦ ઉપરાંત બાળકોએ ભાગ લીધો હતો. તથા ગીતો, જોકસ, સહિત કૃતિઓ હિન્દી ભાષામાં રજુ કરી હતી. તથા આ માટે યોજાયેલી સ્પર્ધામાં ઇનામો મેળવ્યા હતાં. તેવું TVASIa  ન્યુઝલેટર દ્વારા જાણવા મળે છે.

(10:51 am IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • મંગળવારે પેટ્રોલમાં લિટરે 10 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 77,08 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 74,00 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા છ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:23 am IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST