Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અમેરિકાની સુપ્રતિષ્‍ઠિત સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટ ૧૪ વર્ષીય કાર્થિક નેમાન્‍ની વિજેતાઃ સતત ૧૧મા વર્ષે ભારતીય મૂળના સ્‍ટુડન્‍ટએ વિજેતાપદ જાળવી રાખી વતનનું નામ રોશન કર્યુઃ ૪૨૦૦૦ ડોલર રોકડા તથા પ્રાઇઝ એનાયત

ટેકસાસઃ યુ.એસ.ની સુપ્રતિષ્‍ઠિત ગણાતી સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુન્‍ડટ ૧૪ વર્ષીય કાર્થિક નેમાન્‍નીએ સતત ૧૧મા વર્ષે ભારતીય મૂળના ૧૪મા ચેમ્‍પીયન તરીકે સ્‍થાન મેળવી વતન ભારતનું ગૌરવ વધાર્યુ છે.

કાર્થિકને ૪૨ હજાર ડોલર રોકડા તથા પ્રાઇઝ એનાયત થયા છે. ટેકસાસના મક્કીનીમાં ૮ મા ગ્રેડમાં અભ્‍યાસ કરતા કાર્થિક તથા ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થી નાઇસા મોદી વચ્‍ચેની આખરી સ્‍પર્ધામાં તેનો koinonia સ્‍પેલીંગ સાચો પડતા તે વિજેતા થયો છે. 

સમગ્ર અમેરિકા તથા કેનેડાના ૧ મળી ૧૧ થી ૧૪ વર્ષ વચ્‍ચેની વયના ૫૧૬ સ્‍ટુડન્‍ટસ વચ્‍ચેની સ્‍પર્ધામાં તેણે પ્રથમ વિજેતા તરીકે સ્‍થાન મેળવ્‍યું છે.

(11:19 pm IST)