Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી મુખરજીને નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન કેરીઅર એવોર્ડઃ કેટલું પાણી જમીનમાં ઊંડે જાય છે તથા કેટલું સપાટી ઉપર રહે છે તે અંગે સંશોધન કરશે

ફલોરિડાઃ યુ.એસ.ની ફલોરિડા સ્‍ટેટ યુનિવર્સિટીમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર ઓફ જીઓલોજી તરીકે સેવાઓ આપતા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર મૈનાક મુખરજીની પસંદગી નેશનલ સાયન્‍સ ફાઉન્‍ડેશન કેરીઅર એવોર્ડ માટે થઇ છે.

NSF કેરીઅર એવોર્ડ માટે આ યુનિવર્સિટીમાંથી પસંદ થયેલા પાંચ સંશોધકોમાં તેમણે સ્‍થાન મેળવ્‍યું છે જેથી આ તમામ સંશોધકોને તેમના સંશોધનો આગળ વધારવા ફંડ અપાશે. જેઓ કેટલું પાણી જમીનમાં અંદર ગતિ કરી આગળ વધે છે તથા કેટલું પાણી સપાટી ઉપર રહે છે તે અંગે સંશોધન કરશે.

(11:19 pm IST)