Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

યુ.એસ.માં ન્‍યુયોર્કના ૫૬મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટણી લડવા ચક્રો ગતિમાન કરતા ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી જેરેમી કોનીઃ મિનીમમ વેજ, ગન સેફટી, ઇમીગ્રન્‍ટસ પરિવારોના બાળકો માટે શિક્ષણ સુવિધા સહિતના મુદે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા આતુર

ન્‍યુયોર્કઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એટર્ની ૫૬ વર્ષીય જેરેમી કોનીએ ન્‍યુયોર્કના ૫૬મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ સેનેટમાં ઉમેદવારી નોંધાવવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી છે.

તેમણે રોચેસ્‍ટર મેયરના સ્‍ટાફ ચિફ તરીકે સેવાઓ આપેલી છે. તથા ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવવા છેલ્લા થોડા સપ્તાહથી લોકો સાથે સંપર્ક શરૂ કરી દીધો છે. તેઓ મિનીમમ વેજ, ગન સેફટી, ઇમીગ્રન્‍ટસ પરિવારોના બાળકો માટે શિક્ષણ સુવિધા સહિતની બાબતે ચૂંટણી લડવા માંગે છે. તેઓ ૨૦૦૩ની સાલથી ચૂંટાઇ આવતા પ્રતિનિધિ સામે ટકકર લેશે જે માટે તેમણે ચક્રો ગતિમાન કરી દીધા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(11:18 pm IST)