Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

‘‘ જનસેવા એ જ પ્રભુસેવા'' સૂત્ર સાથે કાર્યરત ચેરીટેબલ કેર ફાઉન્‍ડેશન : યુ.એસ.ના કેલિફોર્નિયામાં યોજાયલા ૨૬ મા વાર્ષિક ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૭૫૦ જેટલા કલાકારોએ રજુ કરેલી ૪૩ કૃતિઓથી દર્શકો આફરિન

 કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા  હેયવર્ડ સીટીના ચાબોટ કોલેજ ઓડીટોરીયમમા૨૧ માર્ચ ૨૦૧૮ના રોજ ચેરીટેબલ કેર ફાઉન્‍ડેશનનો ૨૬ મોં વાર્ષિક પ્રોગ્રામ તથા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો

સાન ફ્રાન્‍સિસ્‍કોના બે એરિયા સ્‍થિત નોનપ્રોફિટ ચેરીટેબલ કેર ફાઉન્‍ડેશનના ઉપક્રમે ઉજવાઇ ગયેલા આ પ્રોગ્રામમાં રાસ-ગરબા,ડાન્‍સ કોમ્‍પીટીશન,ફિલ્‍મ ડાન્‍સ,ફોક ડાન્‍સ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં ૭૫૦ જેટલા કલાકારોએ વિવિધ પ્રકારની ૪૩ કૃતિઓ રજુ કરી દર્શકોને આફરિન પોકારાવી દીધા હતા

ચિલ્‍ડ્રન જુનિયર તથા સિનીયર કલાકારો વચ્‍ચે ની સ્‍પર્ધામાં ભગવાન શિવનું તાંડવ નૃત્‍ય ,બોલીવુડ ડાન્‍સ તથા વંદેમાતરમ્‌ સહિતની કૃતિઓ વિજેતા બની હતી

‘‘ જનસેવા એ જ પ્રભુસેવા '' સૂત્ર સાથે સેવાકીય કૃત્‍યો વંચિતોને મદદરૂપ થવું,હેલ્‍થ કેમ્‍પ દ્વારા વિનામૂલ્‍યે આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવી  શિક્ષણ હાઉસીંગ સિનીયર સીટીઝનોની સેવા ,તેમજ કુદરતી હોનારતો વખતે મદદરૂપ થવું સાથે ચેરીટેબલ કેર ફાઉન્‍ડેશન કાર્યરત છે.જેના લાભાર્થે ઉપરોક્‍ત  ફંડરેઇઝીંગ પ્રોગ્રામ યોજાયો હતો.

(9:40 pm IST)