Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ઇન્ડિયન અમેરિકન યુવતિ ૧૯ વર્ષીય કાવ્યા કોપ્પારાડુને નેશનલ STEM એજ્યુકેશન એવોર્ડઃબ્રેઇન કેન્સર નિદાન તથા સારવાર માટે સચોટ પધ્ધતિ વિકસાવી

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન યુવતિ ૧૯ વર્ષીય કાવ્યા કોપ્પારાડુને ૨૦૧૯ની સાલનો નેશનલ STEM એજ્યુકેશન એવોર્ડ આપી તેનું બહુમાન કરાયું છે.

સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ એન્ડ મેથ્સ (STEM)ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ અપાતા એવોર્ડ અંતર્ગત સુશ્રી કાવ્યાએ બ્રેઇન કેન્સર નિદાન તથા સારવાર માટે DNA કરતા વધુ સચોટ બાયોપ્સી પધ્ધતિ વિકસાવેલ છે જે ભાગ્યે જ થતાં પરંતુ જીવલેણ ગણાતા આ રોગના સચોટ નિદાનમાં ઉપયોગી પૂરવાર થાય છે.

સુશ્રી કાવ્યા હાર્વર્ડ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ બાયોલોજીમાં અભ્યાસ કરે છે તેને એવોર્ડ ઉપરાંત ૧૦ હજાર ડોલરનો પુરસ્કાર અપાયેલ છે.

સુશ્રી કાવ્યા ગર્લ્સ કોમ્યુટીંગ લીગની ફાઉન્ડર તથા CEO છે. આ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ તેણે ૩૮૦૦ જેટલા અમેરિકન સ્ટુડન્ટસ માટે ૧ લાખ ડોલર ભેગા કરેલા છે. તે નાસા કેનેડી સ્પેસ સેન્ટર સહિત વિવિધ જગ્યાએ તેણે ઉદબોધનો પણ કરેલા છે.

 

(8:15 pm IST)