Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ફેરફેકસ કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સઃ યુ.એસ.ના વર્જીનીઆમાં આવેલા બોર્ડમાં હન્ટરમીલ સીટ ઉપરથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવતા પૂર્વ એરફોર્સ ઓફિસર મહિલા ઇન્ડિયન અમેરિકન સુશ્રી શ્યામલી હૌથી

વર્જીનીઆઃ યુ.એસ.ના પૂર્વ એરફોર્સ ઓફિસર મહિલા ઇન્ડિયન અમેરિકન સુશ્રી શ્યામલી હૌથએ વર્જીનીઆમાં ફેરફેકસ કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સ સીટ માટે હન્ટરમીલમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ સીટ ઉપર તેઓ અન્ય ૨ ડેમોક્રેટ ઉમેદવારોનો મુકાબલો કરશે.

તેઓ પબ્લીક ટ્રાન્સપોર્ટેશન, એફોર્ડેબલ હાઉસીંગ પ્રોગ્રામ્સ, તથા પબ્લીક એજ્યુકેશનમાં સુધારા તેમજ શહેરમાં સોશીઅલ સર્વિસ સુવિધા માટે ચૂંટણી લડી રહ્યા છે તથા સ્કૂલ શિક્ષણમાં જાતિય અને આર્થિક અસમાનતા દૂર કરવાની નેમ ધરાવે છે.

સુશ્રી શ્યામલ ફેરફેકસ કાઉન્ટી ડેમોક્રેટીક કમિટી વેટરન્સ એન્ડ મિલીટરી ફેમિલીઝ કમિટી ચેર તરીકે ૨૦૧૮ની સાલથી જવાબદારી સંભાળે છે.

 

(8:15 pm IST)