Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

યુએસ સીટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વીસીસના સત્તાવાળાઓએ ૧૫મી ફેબ્રુઆરીથી પ્રિમિયમ પ્રોસેસીંગ પધ્ધતીથી એચ-૧બીવીઝા અરજીઓનો નિકાલ કરવાનો શરૂ કરેલ નિર્ણયઃ ૧૫ દિવસની અંદર જો અરજીનો નિકાલ ન આવેતો પ્રિમિયમ પ્રોસેસીંગની ફી પરત આપવામાં આવશેઃ ભારતના કામદારોને મળનારો અનેરો લાભ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ૨૦૧૮ના વર્ષ દરમ્યાન ૨૧મી ડીસેમ્બર પહેલાંજે લોકોએ એચ-૧બી પિટિશન ફાઇલ  કરેલ પ્રિમિયમ પ્રોસેસીંગ પધ્ધતીથી તેનો નિકાલ કરવાનો નિર્ણય યુએસ સીટીઝનશીપ અને ઇમીગ્રેશન સર્વીસના અધીકારીઓ લીધેલ છે અને તેનાથી ભારતીય કામદારોને મહદ અંશે ફાયદો થશે. ડીપાર્ટમેન્ટ ઓફ લેબર કે જેણે ૨૦૧૯ના વર્ષ દરમ્યાન પહેલા એચ-૧બી અરજીઓ અંગે આ કવાર્ટર દરમ્યાન જે આંકડાઓ બહાર પાડ્યા તેમાં ૧૮૩૦૬ અરજીઓને મંજુરી આપવામાં આવેલ છે ગયા મહિનાની ફેબ્રુઆરી માસની ૧૯મી તારીખથી એચ-૧બી અરજીનો પ્રિમિયમ પ્રોસેસીંગથી નિકાલ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

 

ગયા માર્ચ મહીનાથી આ એજન્સીના સત્તાવાળાઓએ પ્રિમિયમ પ્રોસેસીંગ દ્વારા અરજીનો નિકાલ કરવાનું બંધ કર્યુ હતું. આ કેટેગરીમાં વર્ષના અંતે ૮૫૦૦૦ જેટલા લોકોને વીઝા આપવામાં આવે છે અને તેનો લાભ ૬૦ ટકા ભારતીય કામદારો લે છે.

૧૫મી ફેબ્રુઆરીએ જે બુલેટીન પ્રસિધ્ધ કરવામાં આવ્યું તેમાં ૨૧મી ડીસેમ્બર ૨૦૧૮ પહેલા જેમણે એચ-૧બી માટે અરજી કરી હશે તેઓને અરજીઓ આ પધ્ધતીથી નિકાલક કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવેલ છે. પરંતુ હવેથી તમામ અરજીઓનો નિકાલ પ્રિમિયમ પ્રોસેસીંગથી કરવામાં આવશે એવું જાણવા મળે છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ એચ-૧ બી અરજી કરતી વખતે તેની જરૂરી ફી ઉપરાંત ૧૪૧૦ ડોલર વધારાના પ્રિમિયમ પ્રોસેસીંગ ફીના ભરવાની રહે છે અને ૧૫ દિવસની અંદર તે અરજીનો નિકાલ કરવામાં આવે છે અને જો આ સમય મર્યાદામાં તે અંગેનો નિર્ણય ન કરવામાં આવે તો અરજદારને પ્રિમિયમ પ્રોસેસીંગ ફી પરત કરવામાં આવશે.

અત્યાર સુધીમાં ડીલોઇટી કન્સ્લટીંગ કંપનીની ૧૮૩૦૬ અરજીઓ મજુર કરવામાં આવી હતી ત્યાર બાદ એપલની ૧૬૪૨૬ અરજીઓ મંજુર કરવામાં આવી હતી.

 

(7:19 pm IST)