Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર મહિલા સુશ્રી સીતા ચંગતિને એવોર્ડ :' સ્ટ્રેન્જ ફુટિન્ગ 'નામક પુસ્તક લખવા બદલ મોર્ડન લેન્ગવેજ એશોશિએશન ઓફ અમેરિકા દ્વારા બહુમાન

કેલિફોર્નિયા : અમરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નયા ડેવિસ મુકામે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લીશના એશોશિએટ પ્રોફેસર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીતા ચંગતિને  મોર્ડન લેન્ગવેજ એશોશિએશન ઓફ અમેરિકા દ્વારા 11 જાન્યુઆરી 2020 ના રોજ એવોર્ડ અપાયો છે.જે તેમના લિખિત પુસ્તક સ્ટ્રેન્જ ફુટિન્ગ માટે આપવામાં આવ્યો છે.
સુશ્રી સીતાએ  તેમના આ પુસ્તકમાં કાવ્યો લખ્યા છે અને ડાન્સ વિષે લખ્યું છે.જે બંનેનો  સબંધ મનુષ્યની ઉર્જા વધારવામાં મદદરૂપ થાય છે.જે યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા દ્વારા પ્રસિદ્ધ થયું છે.સુશ્રી સીતાએ  હાર્વર્ડ યુનિવર્સીટીમાંથી બી.એ.કર્યું છે.જ્યોર્જ ટાઉન યુનિવર્સીટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવી છે.તથા યલે યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી.કર્યું છે

(1:22 pm IST)