Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

અમેરિકાના સીએટલમાં ભારતના NRC અને CAA નો વિરુધ્ધ પ્રસ્તાવ પસાર : મુસ્લિમો સાથે ધાર્મિક ભેદભાવનો આક્ષેપ

સિએટલ : અમેરિકાના સીએટલમાં ભારતના NRC અને CAA નો વિરોધ નોંધાવતો પ્રસ્તાવ પસાર કરાયો છે.જેના કારણમાં જણાવાયા મુજબ ભારતમાં  મુસ્લિમો સાથે ધાર્મિક ભેદભાવ રાખવાનો આક્ષેપ કરાયો છે.

આ પ્રસ્તાવનો વર્લ્ડ હિન્દૂ કાઉન્સિલ ઓફ અમેરિકાએ વિરોધ નોંધાવ્યો છે જે અંતર્ગત જણાવ્યા મુજબ સીએટલ કાઉન્સિલને કટ્ટર ઇસ્લામના લીધે મરી રહેલા લોકો દેખાતા નથી

વિશેષમાં જણાવ્યા મુજબ ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે જે સહિષ્ણુ હિન્દુ નીતિઓના લીધે પ્રતાડિત થયેલા અલ્પસંખ્યકો માટે આશાનું કિરણ બન્યું છે. પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા 12 ટકાથી ઘટીને 1.6 ટકા થઇ ગઇ છે અને બાંગ્લાદેશમાં તે 30 ટકાથી ઘટીને 7 ટકા થઇ ગઇ છે. અવારનવાર પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે. મોટી સંખ્યામાં હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને યહુદી લોકોને મારી નાખવામાં આવ્યા છે. કટ્ટર ઇસ્લામથી પ્રતાડિત થયેલા આ લોકોના હિત માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:49 am IST)