Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ગુજરાતમાં યોજાઇ ગયેલી વાઇબ્રન્ટ સમિટની સિધ્ધીઃ સંસ્કૃત,હિન્દી,આયુર્વેદ,તથા યોગાના આદાન પ્રદાન માટે અમેરિકાના ૨ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાત સરકાર વચ્ચે MOU: હયુસ્ટનના વિદ્યા ધામ USA વતી ડો.ફાલ્ગુની ગાંધી તથા SAY ઇન્ટરનેશનલ વતી ડો.સરિતા મહેતાએ સહી સિક્કા કર્યા

હયુસ્ટનઃ તાજેતરમાં ગુજરાતમાં ૧૮ થી ૨૦ જાન્યુ ૨૦૧૯ દરમિયાન યોજાઇ ગયેલી વાયબ્રન્ટ સમીટમાં ગુજરાત રાજય અને અમેરિકામાં હયુસ્ટનમાં આવેલી ૨ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન વચ્ચે MOU કરાયા છે.

હયુસ્ટન સ્થિત SAY ઇન્ટરનેશનલ તથા વિદ્યા ધામ USA અને ગુજરાત રાજય વચ્ચે થયેલા MOU સંસ્કૃત, હિન્દી, આયુર્વેદ તથા યોગાના જ્ઞાનના આદાન પ્રદાન માટે કરાયા છે.

જેમાં હયુસ્ટન જેમાં હયુસ્ટન ટેકસાસના બંને નોનપ્રોફિટ SAY ઇન્ટરનેશનલ વતી ડો.ફાલ્ગુની ગાંધી તથા વિદ્યા ધામ USA  વતી ડો.સરિતા મહેતાએ સહી સિક્કાઓ કર્યા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:36 pm IST)