Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

''ફિલાન્થ્રોપી ઇન ધ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી'': માતૃભૂમિ ભારત તથા કર્મભૂમિ અમેરિકાના નાગરિકો માટે લાખો ડોલરનું ડોનેશન આપનાર ઇન્ડિયન અમેરિકન દાતાઓની ગાથા વર્ણવતું પુસ્તકઃ સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના નવનિયુકત કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાન્ડાના હસ્તે શ્રી ઇન્દર સિંઘ લિખીત પુસ્તકનું લોન્ચીંગ કરાયું

સાન ફ્રાન્સિસ્કોઃ ''ફિલાન્થ્રોપી ઇન ધ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી'' તાજેતરમાં સાત ફ્રાન્સિસ્કો ખાતેના નવનિયુકત કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી સંજય પાન્ડાના વરદ હસ્તે ઇન્ડિયન અમેરિકન લેખક તથા કોમ્યુનીટી અગ્રણી શ્રી ઇન્દર સિંઘ લિખિત ઉપરોકત પુસ્તકનું લોન્ચીંગ કરાયુ છે. જે શ્રી સંજય પાન્ડાની લોસ એન્જલસ કેલિફોર્નિયાની મુલાકાત સમયે કરાયું હતું.

આ પુસ્તકમાં માતૃભૂમિ ભારત તથા કર્મભૂમિ અમેરિકાના નાગરિકો માટે ઇન્ડિયન અમેરિકન દાતાઓ દ્વારા કરાતા લાખો ડોલરના ડોનેશનની ગાથા તેમના નામ તથા રકમ સાથે લખવામાં આવી છે. ઉપરાંત જે ઇન્ડિયન અમેરિકનોએ વિશેષ કામગીરી તથા સિધ્ધીઓ દ્વારા વતનને ગૌરવ અપાવ્યું તથા શરૂઆતના તબક્કામાં વેઠેલા સંઘર્ષનો ઇતિહાસ વર્ણવાયો છે.

(8:34 pm IST)