Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

''ડેન્જરસ જજ'': ઇન્ડિયન અમેરિકન પારસી મહિલા સુશ્રી નિઓમી રાવની સર્કિટ જજ તરીકેની નિમણુંક જોખમીઃ તેમને સેકસી હુમલાઓનો ભોગ બનતી મહિલાઓની રક્ષા કરવામાં કે ઇમિગ્રન્ટસના હિતોમાં રસ નથીઃ ૫૪ જેટલા સાઉથ એશિઅન લોયર્સએ જયુડીશીઅરી કમિટીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો

ઇન્ડિયન અમેરિકન પારસી મહિલા સુશ્રી નિઓમી રાવને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ સર્કિટ જજ તરીકે નિમણુંક આપતા અનેક ઇન્ડિયન તથા સાઉથ એશિઅન લોયર્સએ વિરોધ નોંધાવ્યો છે. તથા ૫૪ જેટલા આ લોયર્સની કમિટીએ સેનેટ જ્યુડીશીઅરી કમિટીને પત્ર લખી સેનેટમાં બહાલી આપતા અટકાવવા અનુરોધ કર્યો છે. તેઓએ સુશ્રી રાવને ડેન્જરસ જજ તરીકે વર્ણવ્યા છે.

આ સાઉથ એશિઅન લોયર્સના જણાવ્યા મુજબ સુશ્રી રાવને સેકસી હુમલાઓનો ભોગ બનતી અશ્વેત મહિલાઓની રક્ષા કરવામાં રસ નથી. તેમજ ઇમીગ્રન્ટસના હિતોની પણ પરવા નથી.

(8:34 pm IST)