Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંઘના શકમંદ હત્યારાને સાત લોકોએ મદદ કરી હોવાનો આરોપઃ મૃતકની વિધવા તથા બાળક માટે કોમ્યુનીટી દ્વારા સાત હજાર ડોલર ભેગા કરાયા

કેલિફોર્નિયાઃ ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંઘની ૨૯ ડીસેં.૨૦૧૮ના રોજ હત્યા કરવા બદલ પકડાયેલા શકમંદ આરોપી ગેરકાયદે વસાહતી ફીજીઅન યુવાન પાઉલો મેન્ડોઝાની મદદગારી કરનારા અન્ય સાત શકમંદ લોકો પણ હોવાનું અનુમાન થઇ રહ્યુ છે તેમના ઉપર પણ આરોપો લગાવાયા હોવાનું જાણવા મળે છે.

દરમિયાન મૃતક રોનિલ સિંઘની વિધવા તથા બાળક માટે કેલિફોર્નિયા સ્થિત ભારતીયો દ્વારા રાહતની સરવાણી શરૂ કરાઇ હોવાનું જાણવા મળે છે. જે મુજબ ડીનર તથા ઓકશન જેવા આયોજનો કરી ફંડ ભેગુ કરાઇ રહ્યું છે. જે અંતર્ગત ૭૧૦૦ ડોલર ભેગા કરી આપવામાં આવ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)