Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

યુ.કે. ગવર્મેન્‍ટ દ્વારા લેવાતો હેલ્‍થ સરચાર્જ ડબલ કરાયો : ૬ માસ કે તેથી વધુ સમયના વીઝા મેળવી યુ.કે. જતા વિદેશી નાગરિકોએ હવે પ્રતિવર્ષ ૨૦૦ પાઉન્‍ડને બદલે ૪૦૦ પાઉન્‍ડ ચૂકવવા પડશે

લંડન : યુરોપિયન દેશો સિવાયના દેશોમાંથી યુ.કે. આવતા તથા ૬ માસ કે તેથી વધુ સમય રોકાવા માંગતા વિદેશીઓ પાસેથી યુ.કે. ગવર્મેન્‍ટ દ્વારા લેવાતો હેલ્‍થ સરચાર્જ ડબલ કરાયો છે.

૨૦૧૫ની સાલમાં અમલી બનાવાયેલ આ હેલ્‍થ સરચાર્જ વિદેશી વિઝાધારક નાગરિકો માટે પ્રતિવર્ષ ૨૦૦ પાઉન્‍ડના  તથા વિદ્યાર્થીઓ માટે ૧૫૦ પાઉન્‍ડ લેવાતો હતો. જે આ વર્ષથી ડબલ એટલેકે વિદેશી નાગરિકો માટે ૪૦૦ તથા સ્‍ટુડન્‍ટસ માટે પ્રતિવર્ષ ૩૦૦ પાઉન્‍ડ કરાયો છે.

આ હેલ્‍થ સરચાર્જ પેટે મેળવાતી રકમ દેશના નાગરિકોની હેલ્‍થ સર્વિસ માટે વપરાય છે. જેનો ઉપયોગ દેશની ‘‘નેશનલ હેલ્‍થ સર્વિસ'' દ્વારા કરવામાં આવે છે. આ ખર્ચમાં ઉતરોતર થઇ રહેલા વધારાને ધ્‍યાને લઇ ૬ માસ કે તેથી વધુ સમયના વીઝાધારકો પાસેથી ઉપરોકત વધારો  ચાલુ વર્ષથી અમલી કરવાનું નકકી કરાયું છે. જો કે ઇમરજન્‍સી કેર માટે આવતા ઇમીગ્રન્‍ટસને આ સરચાર્જ લાગુ પડતો નથી તેમજ રેફયુજી, આશ્રયધારકો, ટ્રાફિકીંગનો શિકાર બનેલાઅઓ તેમજ ગુલામીનો ભોગ બનેલાઓ પણ આ સરચાર્જમાંથી બાકાત છે. તેવું જાણવા મળે છે.

(9:45 pm IST)