Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

‘‘સેલ્‍યુટ ઇન્‍ડિયા ૨૦૧૮ એવોર્ડ'': જુદા જુદા દેશોમાં ગુજરાતની સંસ્‍કૃતિને ધબકતી રાખતા ૯ NRIનું સન્‍માન

અમદાવાદઃ જુદા જુદા દેશોમાં ગુજરાતની સંસ્‍કૃતિને તથા વારસાને ધબકતા રાખવાનું કામ કરી વતનનું ગૌરવ વધારી રહેલા ૯ ગુજરાતીઓનું ગઇકાલ ૪ ફેબ્રુ.૨૦૧૮ના રોજ ‘‘સેલ્‍યુટ ઇન્‍ડિયા એવોર્ડ''થી સન્‍માન કરાયું હતું.

આ એવોર્ડ મેળવનારાઓમાં દક્ષિણ આફ્રિકામાં રહેતા શ્રી ઠાકરશીભાઇ પટેલ, અમેરિકામાં વસતા શ્રી સુનિલ નાયક, ડો.કલાબેન શાહ, શ્રીઅરવિંદ જોશી, શ્રી વિષ્‍ણુ પટેલ શ્રી ઉપેન્‍દ્ર ભટ્ટ શ્રી અશોક પટેલ, સુશ્રી લજજા ત્રિવેદી તથા ઓમાનમાં વસતા શ્રી દિનેશ પતાણીનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:43 pm IST)