Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ ર૦ર૧ : આગામી ગીતા જયંતિના પાવન અવસરે શ્રી સંતરામ મંદિર નડિયાદના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કિવઝનું આયોજન : ધોરણ પાંચથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઇન કિવઝમાં ભાગ લઇ શકશે : શ્રીમદ ભગવત ગીતા તથા મહાભારતની કથાવસ્તુ ઉપર આધારિત ઓનલાઇન કિવઝ ૧૯ ડીસેમ્બર ર૦ર૧ ના રોજ યોજાશે : ફ્રિ રજીસ્ટેશન કરવાની અંતિમ તારીખ ૧૦ ડીસેમ્બર ર૦ર૧ : સેમી ફાઇનલ તથા ફાઇનલ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ તથા પુરસ્કારથી સન્માનિત કરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી :  યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના ૧૯૧માં સમાધિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રાતઃ સ્મરણીય પ.પૂ. શ્રી પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત ''શ્રી સંતરામ ગુરૂકુલમ'' દ્વારા આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન તથા સાંસ્કૃતિક વારસા દ્વારા ઉત્તમ ચારિત્ર્ય નિર્માણના હેતુથી ગીતા જયંતિના આ પાવન અવસરે શ્રી સંતરામ મંદિર નડીયાદ દ્વારા ''શ્રી સંતરામ ગીતા જ્ઞાન સંસ્કાર પર્વ-ર૦ર૧'' નું આયોજન કરવામાં આવેલ છે. આ પર્વ હેઠળ કેટલીક સ્પર્ધાઓ સાથે online quiz contest નું પણ ઓનલાઇન આયોજન કરવામાં આવેલ છે.

ઓનલાઇન સ્ક્રીનીંગ ટેસ્ટના આયોજનની તારીખ ૧૯ ડીસેમ્બર ર૦ર૧ રવિવારના રોજ નકકી કરવામાં આવી છે. જેનો સમય સવારે ૯ થી ૧ર વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જે માટે ફ્રી રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૧૦ ડીસે. ર૦ર૧ રાખવામાં આવી છે.

ઓનલાઇન કિવઝ કોન્ટેસ્ટમાં કોણ ભાગ લઇ શકશે ?

ધોરણ પાંચથી બારમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.  જેમાં નીચે મુજબ ત્રણ ગૃપ રાખવામાં આવ્યા છે. ોતાના ધોરણ અનુસાર વિદ્યાર્થીઓએ જે તે ગૃપની પસંદગી કરવાની રહેશે.

ગૃપ-૧ : ધોરણ પ, ૬ અને ૭ માટે

ગૃપ-ર : ધોરણ ૮, ૯ અને ૧૦ માટે

ગૃપ-૩ : ધોરણ ૧૧ અને ૧ર માટે

આ કોન્ટેસ્ટ શ્રીમદ ભગવત ગીતા તથા મહાભારતની કથાવસ્તુ ઉપર આધારિત રહેશે. આ કિવઝ ત્રણ રાઉન્ડમાં યોજવામાં આવશે જેમાં પચીસ માર્કના MCQ પ્રશ્નો ગીતાજીમાંથી પુછવામાં આવશે.

(૧) ઓનલાઇન સ્ક્રીનીંગ ટેસ્ટ

(ર) સેમી ફાઇનલ

(૩) ફાઇનલ

ઓનલાઇન સ્ક્રીનીંગ ટેસ્ટમાં ૯૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થી સ્પર્ધકોને સેમી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે.

સેમી ફાઇનલ રાઉન્ડમાં પસંદગી પામેલ વિદ્યાર્થી સ્પર્ધકોનો એક અન્ય ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટના આધારે તેઓનું મૂલ્યાંકન કરી તેમની પસંદગી કરવામાં આવશે.

આ પસંદગી પામેલ સ્પર્ધકોને વિવિધ ગૃપમાં વિભાજીત કરી તેમને ફાઇનલ રાઉન્ડની કિવઝ રમાડવામાં આવશે.

સેમી ફાઇનલ તેમજ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર સહુ વિદ્યાર્થી સ્પર્ધાકોને શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ સંચાલિત ''શ્રી સંતરામ ગુરૂકુલમ'' દ્વારા સર્ટિફીકેટ તથા યોગ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

ફાઇનલ રાઉન્ડમાં વિજેતા થયેાલ ગૃપને વિશેષ પુરસ્કારથી સન્માનિત  કરવામાં આવશે.

ઓનલાઇન સ્ક્રીનીંગ ટેસ્ટની લીંક ટેસ્ટના દિવસે સવારે ૯ વાગ્યે વિદ્યાર્થીઓને રજીસ્ટર કરાવેલ ઇ-મેઇલ એડ્રેસ પર મોકલી દેવામાં આવશે.

બરાબર ૧ર કલાકે વિદ્યાર્થીઓને મોકલેલ ગૂગલ લીંક ઇનેકટીવ થઇ જશે. ત્યારબાદ એકઝામ ફોર્મ સબમીટ થઇ શકશે નહીં.

જે તે વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ એક કલાકની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.

સહુ શાળા સંચાલકો તથા શિક્ષક મિત્રોને આ માહિતી યોગ્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા તથા સ્પર્ધામાં સંચાલનમાં મદદરૂપ થવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. તેવું શ્રી સંતરામ ગુરૂકુલમ સેવાવૃંદની યાદીમાં જણાવાયું છે.

(10:10 pm IST)