Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

અમેરિકાની કોંગ્રેસના સ્પીકર તરીકે ફરીથી નેન્સી પેલોની ચૂંટાઈ આવ્યા : ડેમોક્રેટ ઉમેદવાર 80 વર્ષીય નેન્સીને 216 તથા પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવાર કેવિન મેક્કાર્થીને 209 મતો મળ્યા

વોશિંગટન : અમેરિકાની સંસદમાં ફરીવાર સ્પીકર તરીકે 80 વર્ષીય નેન્સી પેલોની ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટણી માટે કુલ 427 મતો પડ્યા હતા.જે પૈકી નેન્સીને 216 તથા તેમના પ્રતિસ્પર્ધી રિપબ્લિકન ઉમેદવાર કેવિન મેક્કાર્થીને 209 મતો મળ્યા હતા.અન્ય બે મતો પૈકી એક એક મત અપક્ષ ઉમેદવારોને મળ્યા હતા.

6 ડેમોક્રેટ સાંસદોએ નેન્સીને મત નહોતા  આપ્યા જયારે 209 રિપબ્લિક સાંસદોએ તેમના પ્રતિનિધિને મત આપ્યા હતા.

2014 ની સાલ કરતાં નેન્સીને 2 મત વધુ મળ્યા હતા.

તેમણે સ્પીકર તરીકેનો પોતાની આ છેલ્લી ટર્મ છે તેમ જણાવ્યું હતું.

(1:50 pm IST)