Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમેરિકાના કેલિફોર્નિયામાંથી કોંગ્રેસમાં ચૂંટાઈ આવેલા મહિલા યંગ કીમનું બહુમાન : હિન્દૂ,જૈન ,શીખ કોમ્યુનિટી આગેવાનો , તથા હિન્દૂ સ્વયંસેવક સંઘે સન્માનિત કર્યા

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયાના 39 માં ડિસ્ટ્રીક્ટમાંથી રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા મહિલા યંગ ક્રીમનું બહુમાન કરાયું છે.તેઓને હિન્દૂ,જૈન ,શીખ કોમ્યુનિટી આગેવાનો તથા હિન્દૂ સ્વયંસેવક સંઘે સન્માનિત કર્યા હતા.

સન્માન સમારંભમાં એચ.એસ.એસ.ના શ્રી અમિત દેસાઈએ તેમનો પરિચય આપી સ્વાગત કર્યું હતું.યંગ કિમ એ સ્વાગત બદલ કોમ્યુનિટી આગેવાનોનો આભાર માન્યો હતો.

આ તકે આગેવાનોએ તેમને કોંગ્રેશનલ ઇન્ડિયા કોક્સમાં જોડાવા વિનંતી કરી હતી.જેના અનુસંધાને કિમ એ પોતે યુ.એસ.તથા ભારત વચ્ચેના સબંધો વધુ દ્રઢ કરવા માટે ફોરેન અફેર્સ કમિટીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ તકે અનહૅમ મેયર હેરી સિદ્ધુ ,તથા અન્ય મેયરો શ્રી નિતેશ પટેલ ,શ્રી નરેશ  સોલંકી ,જૈન સેન્ટરના શ્રી જયેશ શાહ ,કોમ્યુનિટી લીડર શ્રી જશવંત પટેલ ,શ્રી અમિત નહેરુ ,બી.એ.પી.એસ.ના શ્રી દિવ્યેશ પટેલ ,શ્રી આઈ.આર.પટેલ ,શ્રી અવધેશ અગરવાલ ,શ્રી બી.યુ.પટેલ ,શ્રી નટુ પટેલ ,શ્રી રાજુ પટેલ ,તથા શ્રી નાથન પૂનવાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.શ્રી વિનોદ અમ્બાસ્થાએ આભાર દર્શન કર્યું હતું.

(7:04 pm IST)