Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંહની આજ કેલિફોર્નિયામાં સ્મશાનયાત્રા : 26 ડિસેમ્બર 2018 ના રોજ હત્યા થઇ હતી : ગઈકાલ શુક્રવારે શ્રદ્ધાંજલી સભાના આયોજન બાદ આજ કેલિફોર્નિયાનો ધ્વજ અર્ધી કાઠીએ

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંહની  26 ડિસેમ્બર 2018 ના રોજ ફરજ ઉપર હતા ત્યારે હત્યા થઇ હતી.જે માટે એક શકમંદ ગેરકાયદે ઈમિગ્રન્ટની ધરપકડ કરવામાં આવી છે. જેણે સ્વ.રોનિલ સિંહ ઉપર ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે.અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ આ મૃતક પોલીસ ઓફિસરના પત્નીને ટેલિફોનિક સાંત્વના આપી હતી.તથા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને આ મામલે ત્વરિત કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

સ્વ.રોનિલ સિંહને શ્રદ્ધાંજલિ આપવા ગઈ કલ શુક્રવારે કેલિફોર્નિયામાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું તથા આજ શનિવારે કેલિફોર્નિયાનો ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાયો છે.સદ્દગતની સ્મશાનયાત્રા આજ શનિવારે યોજાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)