Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોના ગયા વર્ષના ભારતના પ્રવાસની કેનેડા રેડીઓએ હાંસી ઉડાવી : ટ્રુડોને મદારીના વેશમાં બિન બજાવતા દેખાડ્યા : ભારતની સંસ્કૃતિની પણ મજાક સમાન પ્રોગ્રામની થઇ રહેલી ભારે નિંદા

ટોરોન્ટો : કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર  જસ્ટિન ટ્રુડોના ગયા વર્ષે ભારતના પ્રવાસે આવ્યા હતા.પરંતુ તેમનો પ્રવાસ હજુ સુધી ભારે વિવાદમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે.કેનેડા સરકાર સંચાલિત રેડીઓએ એક પ્રોગ્રામમા તેમને મદારી તરીકે બિન બજાવતા ગણાવ્યા હતા.બાબત માત્ર તેમની નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની પણ હાંસી ઉડાવનારી ગણાય તેવી ટીકાઓ સાથે રેડીઓની ભારે નિંદા થઇ રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:00 pm IST)