Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ઓબામા કેર રદ કરવાના યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ : જજમેન્ટ ન આવે ત્યાં સુધી સવલત ચાલુ રહેશે : ડીસ્ટ્રીકટ જજની સ્પષ્ટતા

વોશિંગટન : ઓબામા શાસન વખતે ઇમિગ્રન્ટ્સ માટે અમલી બનાવાયેલા ઓબામા કેર ને ગેર બંધારણીય ગણાવતો ચુકાદો 14 ડિસેમ્બરના રોજ યુ.એસ.ડીસ્ટ્રીકટ કોર્ટએ આપ્યો છે.પરંતુ આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાતાં હાલની તકે જ્યાં સુધી જજમેન્ટ ન આવે ત્યાં સુધી આ સવલત ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા જજ સાહેબે કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અફોર્ડેબલ કેર એક્ટ તરીકે ઓળખાતી આ સવલત છીનવાઇ  જાય તો 11 મિલિયન જેટલા પ્રજાજનો તેના લાભથી વંચિત થઇ શકે છે.

(8:42 am IST)
  • વિજય માલ્યાને ભાગેડુ તથા આર્થિક અપરાધી જાહેર કરાયો : પીએમએલએ સ્પેશ્યલ કોર્ટે ભાગેડુ તથા આર્થિક અપરાધી જાહેર કર્યો : હવે ઈડી તેની સંપતિને જપ્ત કરી શકશે access_time 3:38 pm IST

  • કેન્દ્ર સરકારે ચંદ્રબાબુની આગેવાનીવાળા આંધ્ર પ્રતિનિધિ મંડળને દાવોસ જવાની આપી મંજૂરી :કેન્દ્રે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ દ્વારા પ્રસ્તાવિત એક પ્રતિનિધિ મંડળને સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનાર વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા માટે રાજનીતિક મંજૂરી આપી access_time 1:13 am IST

  • યાત્રાધામ કેદારનાથ મંદિર બરફની સફેદ ચાદરમાં ઢંકાયું :પહાડીઓમાં બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી અને હિમવર્ષા :કેદારઘાટીમાં બરફ જામ્યો ;ઉત્તરાખંડના તમામ પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઇ રહી છે access_time 12:36 am IST