Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કુવૈતમાં પેટીયુ રળવા જતા ભારતીયો અકુદરતી રીતે મરી રહયા હોવાનો ચોંકાવનારો અહેવાલ : ભારતીય દૂતાવાસએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ૨૦૧૭ ની સાલના ડીસેં. માસમાં ૨૯ ભારતીયો મોતને ભેટયા : હાર્ટ એટેક, આત્‍મહત્‍યા, અકસ્‍માત તથા બિમારીના કારણે દરમહિને સરેરાશ ૩૦ ભારતીયો મોતને ભેટતા હોવાનો અહેવાલ

કુવૈત : કુવૈતમાં પેટીયુ રળવા જતા ભારતીયો અકુદરતી મરી રહયા હોવાનો ચોંકાવનારો અહેવાલ જાણવા મળે છે. જે મુજબ કુવૈત ખાતેના ભારતીય દૂતાવાસએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ૨૦૧૭ ની સાલના ડીસેં. માસમાં એટલેકે આ એક જ માસ ૨૯ ભારતીયો મોતને ભેટયા છે.

આ મૃતકો પૈકી ૧૪ ભારતીયોનું હાર્ટ એટેકથી અવસાન થયું છે. ૨ ભારતીયોએ આત્‍મ હત્‍યા કરી છે. સાત લોકો માંદગીને કારણે મૃત્‍યુ પામ્‍યા છે ૧ મજુર સાઇટ ઉપર થયેલા અકસ્‍માતથી, ૧ કુદરતી મોતે, ૧ ટ્રાફિક એકસીડન્‍ટથી, એક ભારતીયે બિલ્‍ડીંગના ઉપલા માળેથી ઝંપ લગાવતા તથા ૨ ભારતીયો રોડ અકસ્‍માતથી મૃત્‍યુ પામ્‍યા છે.

આનાથી પણ વધારે આヘર્યજનક તથા દુઃખદ બાબત નવેં. ૨૦૧૭માં જોવા મળી છે. આ મહિનામાં જુદા જુદા કારણોસર ૫૧ ભારતીયોના મોત થયા છે. જયારે ઓકટો. ૨૦૧૭ માં ૪૬ મોત થયા છે. છેલ્લા થોડા સાલમાં દર મહિને સરેરાશ ૩૦ ભારતીયો મૃત્‍યુ પામ્‍યા હોવાનું જાણવા મળે છે.

 

(9:48 pm IST)