Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

' ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુ.એસ.એ. ' : 6 નવા સેક્રેટરી અને એક નવા ચેપટર પ્રેસિડન્ટ નિમાયા : પાર્ટી ચેરમેન શ્રી સેમ પિત્રોડા સહિતના આગેવાનોએ ઉમંગભેર આવકાર્યા : ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીને વધુ સેવાઓ આપવાનો હેતુ

વોશિંગટન : યુ.એસ.એ.માં રાજકીય તથા સામાજિક તેમજ સેવાકીય ક્ષેત્રે વર્ષોથી કાર્યરત ' ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુ.એસ.એ. 'માં  6 નવા સેક્રેટરી અને એક નવા ચેપટર પ્રેસિડન્ટની નિમણુંક કરાઈ છે.જેનો હેતુ  ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીને વધુ સેવાઓ આપવાનો હોવાનું જણાવાયું છે.

કોવિદ -19 સંજોગોમાં પણ મેમ્બર્સ સાથે ઝૂમ ના માધ્યમથી સંપર્ક જાળવી રખાયો હતો.તથા ભારતથી આવેલા આગેવાનો સાથે મિટિંગના આયોજનો કરાયા હતા.નવા હોદેદારોને આઇઓસી યુએસએ ચેરમેન શ્રી સેમ પિત્રોડા તથા સેક્રેટરી જનરલ શ્રી હરબચન સિંઘ સહિતના હોદેદારોએ આવકાર્યા હતા.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(11:12 am IST)