Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

મહિલાનું શરીર એ રાજકીય લડતનું સ્થળ છે ' : હું મારા શરીર સાથે કરવું હશે તે કરીશ : મારે લોકોની સામે નગ્ન થવું હશે તો નગ્ન પણ થઈશ : તે મારી પસંદગીની બાબત છે : પોલેન્ડમાં બળાત્કાર સિવાયના સંજોગોમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ મુકાતા મહિલાઓ મેદાનમાં: અભિનેત્રી કેરોલિના મિકુલાએ ખુલ્લી છાતી સાથે વિરોધ નોંધાવ્યો

વરસો : પોલેન્ડ સરકારે ઓક્ટોબર માસમાં ગર્ભપાત ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કર્યો ત્યારે ફરી એકવાર મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે .

આ અગાઉ પણ 2017 ની સાલમાં આવો પ્રતિબંધ મુકાયો હતો ત્યારે ખુલ્લી છાતીએ વિરોધ નોંધાવનાર અભિનેત્રી કેરોલિના મીકુલા ફરી એકવાર મેદાનમાં આવી ગઈ હતી.

તેણે ખુલ્લી છાતી સાથે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે આ કાયદો મહિલાઓ ઉપર દમન સમાન છે.તેની સમર્થક અન્ય મહિલાએ પણ જણાવ્યું હતું કે ' મહિલાનું શરીર એ રાજકીય લડતનું સ્થળ છે '.હું મારા શરીર સાથે કરવું હશે તે કરીશ .મારે લોકોની સામે નગ્ન થવું હશે તો તે પણ થઈશ.કારણકે તે મારી પસંદગી છે.

ઉલ્લેખનીય છે કે પોલેન્ડમાં બળાત્કાર થયો હોય કે તેવા ખાસ સંજોગો સિવાય ગર્ભપાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જોકે તેનો અમલ હજુ સુધી કરાયો નથી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:23 pm IST)