Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

પાકિસ્તાનમાં લઘુમતી કોમ હિંદુઓ ઉપર હુમલાઓનો સિલસિલો હજુ પણ ચાલુ : સિંધ પ્રાંતમાં વસતા હિન્દૂ ભીલ જાતિના લોકો ઉપર કટ્ટરવાદીઓનો હુમલો : અનેક મકાનોમાં તોડફોડ કરી ઘરની બહાર કાઢી મુક્યા

ઇસ્લામાબાદ : લઘુમતી કોમો ઉપર અત્યાચાર ,યુવતીઓના અપહરણ ,ફરજીયાત ધર્માન્તર ,સહીત અનેક બાબતો માટે સમગ્ર વિશ્વમાં બદનામ થઇ ચૂકેલા પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દૂઓ ઉપર હુમલો થયાની ઘટના બહાર આવી છે.જે મુજબ હિન્દૂ ભીલ કોમ ઉપર કટ્ટરવાદીઓએ હુમલો કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ તેઓના મકાનોમાં તોડફોડ કરી ઘરની બહાર કાઢી મુક્યા છે.આ ઘટનાનો વિડિઓ વાઇરલ થતા સરકારે ફરજીયાત પગલાં લેવા પડ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:41 pm IST)