Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૭ ડિસેં.શનિવારે હેલ્થફેરઃ ૮ ડિસેં.રવિવારના રોજ ''ગીતા જયંતિ'' તથા એકાદશી પર્વ ઉજવાશેઃ ૩૧ ડિસેં.મંગળવારના રોજ નવા વર્ષના આગમનને વધાવવા ''મસ્તીભરી રંગીન શામ'' પ્રોગ્રામનું આયોજન

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ, આસ્ટોન, મેરીલેન્ડ મુકામે ૭ ડિસેં.૨૦૧૯ શનિવારના રોજ હેલ્થફેરનું આયોજન કરાયું છે. જેનો સમય સવારે ૮-૩૦ થી બપોર સુધીનો રહેશે. જેમાં હેલ્થ સ્પેશ્યાલીસ્ટસ દ્વારા વિનામૂલ્યે નિદાન કરી અપાશે. તેમજ બ્લડ ટેસ્ટ કરી અપાશે. કેમ્પમાં રકતદાનમાં ભાગ ન લેનાર દર્દીઓ પણ રજીસ્ટ્રેશન કરાવી વિનામૂલ્યે સલાહ સચન મેળવી શકશે. વિશેષ માહિતી મંદરની વેબસાઇટ પરથી મળી શકશે.

૮ ડીસેં.૨૦૧૯ રવિવારે 'ગીતા જયંતિ' તથા એકાદશી પર્વ ઉજવાશે. જે અંતર્ગત બપોર ૪-૩૦ કલાકથી ગીતાજીના શ્લોકનું પઠન શરૃ થઇ જશે. બાદમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાશે. ત્યારબાદ સાંજે સાત કલાકે આરતી થશે.

ભકતો પોતાની સાથે  ગીતાનું પુસ્તક લાવી શકે છે. અથવા મંદિર તરફ અંગ્રેજી,હિન્દી,તેમજ ગુજરાતી નકલ અપાશે. સહુને ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ પાઠવાયું છે.

૩૧ ડિસેં.૨૦૧૯ મંગળવારના રોજ નવા વર્ષના આગમનને વધાવતો ''મસ્તી ભરી રંગીન શામ'' પ્રોગ્રામ યોજાશે. જેમાં લલિથા વસાન ગૃપ સંગીત તથા મ્યુઝીક બેન્ડની રમઝટ બોલાવશે. ૧૨૫ સભ્યો સાથેના મર્યાદિત પ્રોગ્રામ માટે ૨૦ ડોલર ટિકિટ રાખવામાં આવી છે.

વિશેષ માહિતી માટે arvindpatel51@yahoo.com દ્વારા અથવા શ્રી ઇશ્વરભાઇ પટેલ (૪૪૩)૬૯૪-૩૫૪૧,શ્રી ભાર્ગવ દેસાઇ (૨૦૨)૭૪૬-૭૯૦૧ અથવા મંદિરના પૂજારીના કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫  દ્વારા અથવા Shrimangalmandir@gmail.com દ્વારા સંપક૪ સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:36 pm IST)