Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

યુ.એસ.માં ઇઝેલિન સ્થિત શ્રી મનોજકુમાર એલ પટેલના પૂજય પિતાશ્રી લલ્લુભાઇ ભાણાભાઇ પટેલ (ઉ.વ.૮૩)નું દુઃખદ અવસાનઃ સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળે પાઠવેલ શ્રધ્ધાંજલી

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ સખેદ જણાવવાનું કે યુ.એસ.માં ઇઝેલિન સ્થિત ઇલેકટ્રીસીઅન શ્રી મનોજકુમાર એલ પટેલના પૂજય પિતાશ્રી શ્રી લલ્લુભાઇ ભાણાભાઇ પટેલ ઉ.વ.૮૩નું ૨૮ નવેં.૨૦૧૮ના રોજ વતન બિગરી ગામ ગણદેવી મુકામે દુઃખદ અવસાન થયું છે.

તેઓ સજોડે ફેબ્રુ.૨૦૦૬ની સાલમાં અમેરિકા આવ્યા હતા. તેમના લગ્ન માલવણ નિવાસી સ્વ.ધનીબેન સાથે થયા હતા. તેઓ ૪ પુત્રો શ્રી મનોજકુમાર શ્રી જયંતિલાલ, શ્રી ચંદ્રકાંતભાઇ, તથા સ્વ.રતિલાલભાઇ તથા એક પુત્રી શ્રીમતિ અરૂણાબેનના પિતા હતા.

સદગતની સ્મશાનયાત્રા તથા બેસણુ / પ્રાર્થનાસભા અમેરિકામાં નથી. રાખવામાં આવી.

વિશેષ માહિતી માટે શ્રી મનોજકુમાર પટેલનો કોન્ટેક નં.૯૦૮-૫૧૦-૯૪૩૩ દ્વારા અથવા તેમના નિવસા સ્થાન ૧૦૦ એમ્સીલીન સ્ટ્રીટ, ઇઝેલિન ન્યુજર્સી દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

સદગતના પરમ પવિત્ર આત્માની શાંતિ માટે સાઉથ ગુજરાત પટેલ પ્રગતિ મંડળ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે. તથા સદગતના પરિવારજોને દુઃખ જીરવવાની પરમાત્મા શકિત આપે તેવી કામના કરે છે. તેવું પટેલ પ્રગતિ મંડળની યાદી જણાવે છે.

(8:59 pm IST)