Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

"મહિલા બિઝનેસ એવોર્ડ " : અમેરિકન સમાચાર પત્ર ડેઇલી હેરાલ્ડનો 2018 ની સાલનો એવોર્ડ ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.અનુજા ગુપ્તાને એનાયત

શિકાગો : શિકાગોના ડૉ. અનુજા ગુપ્તાને  ૨૦૧૮નો Dail Herald નો  મહિલા બિઝનેસ એવોર્ડ નવેમ્બેર ૨,૨૦૧૮ના રોજ  એલીનોય સ્ટેટના એલ્ગ્રોવ વિલેજ ની ‘Belavedro Plaza Hotel’ માં શિકાગોના નાગરિકોની હાજરીમાં ફાળવાયો છે. Daily Herald સમાચાર દ્વારા  બિઝનેસ ઇન્ફ્લુએન્શિઅલ  વુમેન નો મહિલા એવોર્ડઅર્પીત કરવામાં આવેલ. આ એવાર્ડ છેલ્લા ઘણા વર્ષોથી  પાવરફુલ બિઝનેસ કરતી મહિલાઓને આપવામાં આવેછે. આ વર્ષે  વરંડા રીટાયર્ડ કોમ્યુનીટીના એવોર્ડ માટે ડૉ. અનુજા ગુપ્તાની વરણી  કરવામાં આવેલ. અમેરિકાના મીડ વેસ્ટ માં સૌ પ્રથમવાર જુદી જુદી કોમ માટે અને ઇન્ડિયન અમેરિકન લાઈફ સ્ટાઇલ લગતો પ્રોગ્રામ નક્કી કરીને વરંડાએ શામ્બુર્ગ ટાઉનશીપ અને હેનોવર પાર્ક માં ઓકટોબર ની ૨૮,૨૦૧૮ના રોજ ગ્રાઊંડ ઓપનીગ કરવામો આવેલ. ડૉ. ગુપ્તા કે જેઓ છેલ્લા ૧૪ વર્ષથી કાર્ડીઓલોજીસ્ટ તરીકે  પ્રેકટીસ કરતાં હોવા છતાં  તેમણે તેની સાથે રીયલ સ્ટેટની શરુઆત કરેલ. અત્યારે તેઓ વીમેન એમ્પાવરમેન્ટ શિકાગોના ફાઉનડર છે. જેને WE ના તરીકે શિકાગોની મહિલાઓને પ્લાટેફોર્મ પૂરું પાડ્યુંછે. ડૉ. ગુપ્તાએ ૨૦૧૭ થી કોમ્યુનીટીને કઈક પાછું આપવું તે તેમણે નિર્ણય લીધેલછે. આજે તેમની સાથે ૧૭૦૦ મેમ્બેર્સ જોડાયેલા છે. ડૉ. અનુજા ગુપ્તાએ  હેલ્થ ફેર, ફુંડ રેઇઝીગ માટે સ્વછીક સેવાઓ આપેલછે. તેમને તાજેતરમાં કુક કાઉન્ટી તરફથી એશીયન લીડરશીપ એવોર્ડ મે ૨૦૧૮માં, મીડ્વેસ્ટ પેજન્ટ નવેમ્બર ૨૦૧૭માં, ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી બીઝનેસ પેર્સન નો, ઇન્ડિયન કોમુનીટી ૨૦૧૭ .આજે Daily Herald સમાચાર દ્વારા  બિઝનેસ ઇન્ફ્લુએન્શિઅલ  વુમેન નો મહિલા એવોર્ડ અર્પીત કરવામાં આવેલ. તે બદલ ડૉ. અનુજા ગુપ્તાને ખુબ ખુબ અભિનંદન પાઠવાઈ રહ્યા હોવાનું શ્રી જયંતિ ઓઝા દ્વારા જાણવા મળે છે.

(1:27 pm IST)