Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

યુ.એસ.માં હોલી ડે સીઝનના આગમનની ઉજવણી શરૂઃ આવતીકાલ ૩ ડિસેં. રવિવારના રોજ વુડબ્રિજ ટાઉનશીપ રિક્રીએશન ડીપાર્ટમેન્‍ટના ઉપક્રમે ૫૭મી વાર્ષિક હોલીડે પરેડ યોજાશે

ન્‍યુજર્સીઃ યુ.એસ.માં આવતીકાલ ૩ ડિસેં. ૨૦૧૭ રવિવારના રોજ વુડબ્રિજ ટાઉનશીપ રિક્રીએશન ડીપાર્ટમેન્‍ટના ઉપક્રમે ૫૭મી વાર્ષિક હોલી ડે પરેડનું આયોજન કરાયું છે

વુડબ્રિજ હાઇસ્‍કૂલથી બપોરે ૧-૩૦ કલાકે શરૂ થનારી તથા ટાઉન હોલ ખાતે પૂર્ણ થનારી આ પરેડમાં સહુને હોલી ડે સીઝનના આગમનની ઉજવણીમાં શામેલ થવા આમંત્રણ પાઠવાયુ છે તેવું શ્રી વીરૂ પટેલની યાદી જણાવે છે.

 

(9:04 pm IST)