Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

અમેરિકાના મિસ્‍સીસિપ્‍પીમાં ભારતના ૨૧ વર્ષીય યુવાન સંદીપ સિંઘની હત્‍યા : સ્‍ટોરમાં કામ કરતો યુવાન ૨૬ નવેં. ના રોજ મોડી સાંજે ઘેર જતો હતો ત્‍યારે ૩ લૂંટારૂઓ લૂંટ ચલાવી, ગોળીબાર કરી નાસી છૂટયા : પોલીસ તપાસ ચાલુ

મિસ્‍સીસીપ્‍પી : યુ.એસ.માં જેકસન મિસ્‍સીસીપી સ્‍થિત ઈન્‍ડિયન અમેરિકન યુવાન ૨૧ વર્ષીય સંદીપ સિંઘની ૨૬ નવેં. ૨૦૧૭૪ના રોજ હત્‍યા થઈ છે. હજુ ૩ વર્ષ પહેલા અમેરિકા ગયેલા તથા કન્‍વીનીસન્‍સ સ્‍ટોરમાં કામ કરી મોડી સાંજે ઘેર જઈ રહેલા સંદીપ સિંઘ ઉપર ૩ લૂટારૂઓ ત્રાટકતા તેણે પોતાની પાર્સની રોકડ ૨૦૦ ડોલર તથા આઈફોન આપી દીધા હતાં. બાદમાં પોતાની કારમાં બેસવા જઈ રહ્યો હતો તે દરમિયાન ધાડપાડુઓએ તેના ઉપર બે ગોળીબાર કર્યા હતાં. પોલીસના જણાવ્‍યા મુજબ હથિયાર ધારી લૂટારૂઓએ આ કૃત્‍ય કર્યુ છે. જેઓ મોટા ભાગે તેમના ચહેરા મારકથી ઢાંકી રામે છે તથા હાથ મોજા પણ પહેરી રાખતા હોય છે. ૩ પૈકીનો એક શખ્‍શ ૬ ફુટ તથા બાકીના ૨ પાંચકુટ ૪ અને ૬ ઈંચની ઊંચાઈ ધરાવે છે. તેમને શોધવા માટે જેકસન પોલીસ લોકોની મદદ મેળવી રહી હોવાનું સમાચા સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

 

(11:02 pm IST)