Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2017

યુ.એસ.ના કેલિફોર્નિયામાં વસતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી ધર્મેશ મિસ્‍ત્રીનો શિક્ષણપ્રેમઃ સ્‍થાનિક સાન રામોન સ્‍કૂલ ડીસ્‍ટ્રીકટ માટે ૧.૫ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના સાન રેમોન, કેલિફોર્નિયામાં વસતા ઇન્‍ડિયન  અમેરિકન શ્રી ધર્મેશ મિસ્‍ત્રીએ સાન રામોન સ્‍કૂલ ડીસ્‍ટ્રીકટ માટે ૧.૫ મિલીયન ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ છે.

છેલ્લા ૪ વર્ષથી વિન્‍ડમિઅર રેન્‍ચ મિડલ સ્‍કૂલ એજ્‍યુકેશન ફંડના પ્રેસિડન્‍ટ તરીકે સેવાઓ આપતા આ વાલીએ સ્‍કૂલને ડીપાર્ટમેન્‍ટ ઓફ એજ્‍યુકેશન દ્વારા અપાતું બ્‍લુ રિબન સ્‍ટેટસ મેળવવામાં મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. જે અસાધારણ એકેડેમિક એક્ષલન્‍સ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા બદલ આપવામાં આવે છે.

આ સ્‍કૂલમાં કલાસની સાઇઝ ઘટાડવા તથા આર્ટ ટેકનોલોજીના વિકાસ માટે તેમણે સ્‍થાનિક ઇન્‍ડિયન અમેરિકનોની મદદથી આ ફંડ ભેગુ કરી દીધુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:42 pm IST)