Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

‘‘મીટ એન્‍ડ ગ્રીટ'': યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન્‍સ ફાર્માસ્‍યુટીકલ સોસાયટી (IAPS)ના ઉપક્રમે ૧૯ નવેં.ના રોજ યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ TVAsia ઓડીટોરીયમ,એડીસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા પ્રોગ્રામમાં Amnealના ચેરમેન,મેનેજીંગ ડીરેકટર, તથા કો-ફાઉન્‍ડર શ્રી કનુ પટેલએ ઉદબોધન કર્યુ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન્‍સ ફાર્માસ્‍યુટીકલ્‍સ સોસાયટી (IAPS)ના ઉપક્રમે ૧૯ નવેં. ૨૦૧૭ના રોજ મીટ એન્‍ડ ગ્રીટ પ્રોગ્રામ યોજાઇ ગયો.

TVAsia ઓડીટોરીયમ એડિસન, ન્‍યુજર્સી મુકામે યોજાયેલા આ પ્રોગ્રામમાં Amneal ફાર્માસ્‍યુટીકલ્‍સ પ્રા.લી.ના ચેરમેન, મેનેજીંગ ડીરેકટર તથા કો-ફાઉન્‍ડર શ્રી કનુ પટેલએ ઉદબોધન કર્યુ હતું. તેઓ Amnealના સમગ્ર દેશમાં વ્‍યાપ્ત પાંચ ઉત્‍પાદક યુનિટના ભારત સાથેના વ્‍યાવસાયિક વહીવટ તથા સ્‍ટ્રેટેજી અંગે માર્ગદર્શન આપવાનું કામ કરે છે.

મીટ એન્‍ડ ગ્રીટ પ્રોગ્રામની હાઇલાઇટસ TVAsia ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોઇ શકાશે. તેવું શ્રી ગૂંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

 

(9:06 pm IST)