Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બ્રિટનમાં ચાકુની અણીએ બળાત્કાર અને લૂંટ : ભારતીય મૂળના યુવાન દિલજીત ગ્રેવાલને 15 વર્ષની જેલસજા

લંડન : બ્રિટનમાં 29 એપ્રિલ 2019 ના રોજ એકલી રહેતી મહિલાના ઘરમાં ઘુસી જઈ લૂંટફાટ કરવાના તથા દુષ્કર્મના આરોપી ભારતીય મૂળના યુવાન દિલજિત ગ્રેવાલને આઈસવેલ્થ ક્રાઉન અદાલતે 15 વર્ષની જેલસજા ફરમાવી છે.તથા સજા પુરી થયા બાદ તેને 5 વર્ષ સુધી નિગેહબાની હેઠળ રાખવાનો હુકમ કરાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ 28 વર્ષીય આ યુવાન હીલિંગટન સ્થિત એકલી રહેતી 30 વર્ષીય મહિલાના ઘરમાં ઘુસી જઈ લૂંટફાટ કરી દુષ્કર્મ આચર્યા બાદ નાસી ગયો હતો.બાદમાં મહિલાએ એક મિત્ર દ્વારા પોલીસનો સંપર્ક કર્યો હતો તેની ફરિયાદના આધારે પોલીસે આરોપીને શોધી કાઢી કાયદેસર કામગીરી હાથ ધરતા  ઉપરોક્ત ચુકાદો આવ્યો હતો.

(12:01 pm IST)