Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભારતના મધ્યપ્રદેશમાં આવેલી SGML આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યૂજર્સીમાં 10 નવેમ્બર 2019 ના રોજ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામ : ઓમકારાના ઉપક્રમે સુનહરી યાદે સાથે છેલ્લા 6 દસકાના લોકપ્રિય બૉલીવુડ ગીતો તથા લાઈવ મ્યુઝિકની રંગત

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ભારતના મધ્યપ્રદેશમાં ઉજ્જૈન નજીક આવેલી શિવ જ્ઞાન મોતી લાલ (SGML) આઇ હોસ્પિટલના લાભાર્થે યુ.એસ.ના ન્યૂજર્સીમાં  10 નવેમ્બર 2019 ના રોજ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.જેનો સમય સાંજે 5 વાગ્યાથી રાત્રીના 9  વાગ્યા સુધીનો રહેશે

હોસ્પિટલના ફાઉન્ડર શ્રી શાસ્ત્રી આનંદ જીવનદાસજીના આશીર્વાદ સાથે રોયલ આલબર્ટ પેલેસ, 1050 કિંગ જ્યોર્જિસ પોસ્ટ રોડ,ફોર્ડ્સ,ન્યુજર્સી (732) 661-1070 ખાતે યોજાનારા આ ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં જરૂરિયાતમંદ લોકોની આંખોની સારવાર માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન ઉજ્જૈન,તથા ત્રિનેત્ર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુ.એસ.એ. ચૅરિટિસના ઉપક્રમે  ઓમકારા બૉલીવુડ મ્યુઝિકલ પ્રોગ્રામ " સુનહરી યાદે " નું આયોજન કરાયું છે.જેમાં છેલ્લા 6  દસકાના બૉલીવુડ લોકપ્રિય ગીતો સાથે લાઈવ મ્યુઝિકની રમઝટ બોલશે

સમાજના અગ્રણીઓ ,મહેમાનો ,તથા કોમ્યુનિટી મેમ્બર્સને આ ઉમદા કાર્યમાં ઉદાર દિલે ચેરિટી આપવા અનુરોધ કરાયો છે.ટિકિટના દર 100 ડોલર ,75  ડોલર ,તથા 50 ડોલર રાખવામાં આવ્યા છે.

વિશેષ માહિતી માટે ડો.તુષાર પટેલ 848-391-0499,સુશ્રી ઉષા તથા શ્રી અતુલ પટેલ 732-485-6390 ,શ્રી સ્પર્શીલ પટેલ તથા સુશ્રી રિના પટેલ 732-735-2258,સુશ્રી અર્પિતા તથા શ્રી ભરત પટેલ 732-570-6473 ,સુશ્રી છાયા તથા શ્રી જગદીશ પટેલ 732-986-4667 અથવા શ્રી  શૈલેષ પટેલનો કોન્ટેક નં 646-468-2657 દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર બી.પટેલની યાદીમાં જણાવાયું છે.

(6:55 pm IST)